Coronavirus: બ્રિટિશ PM બોરિસ જ્હોન્સનની તબિયત લથડી, ICUમાં ખસેડાયા
Trending Photos
લંડન: બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સનની હાલાત લથડતા સોમવારે મોડી રાતે તેમને હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં છે. તેમને નિયમિત ટેસ્ટ માટે હોસ્પિટલ લઈ જવાયા હતાં પરંતુ તબિયત બગડતા આઈસીયુમાં એડમિટ કરાયા છે. 10 દિવસ પહેલા બોરિસ જ્હોન્સનનો કોરોના પોઝિટિવ ટેસ્ટ આવ્યો હતો. ત્યારબાદ તેમને ડાઉનિંગ સ્ટ્રીટમાં ક્વોરન્ટાઈન કરાયા હતાં. તેઓ ત્યાંથી જ કામ કરતા હતાં અને દેશમાં લાગુ કરાયેલા લોકડાઉન પર નજર રાખતા હતાં. વિદેશ મંત્રી ડોમિનિક રાવ હાલ પીએમ જ્હોન્સનની જગ્યાએ કામકાજ સંભાળશે.
બોરિસ જ્હોન્સનને મેડિકલ ટેસ્ટ માટે હોસ્પિટલ લઈ જવાયા હતાં જેની જાણકારી તેમણે પોતે ટ્વીટર પર આપી હતી. તેમણે લખ્યું હતું કે કાલે (રવિવારે) રાતે હું કેટલાક રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલ દયો તો કારણ કે મારામાં પણ કોરોનાના લક્ષણો છે. હું મારી ટીમના સંપર્કમાં છું. કારણ કે આપણે સાથે મળીને આ વાયરસ સામે લડવાનું છે અને દરેકને સુરક્ષિત રાખીશું. તેમણે અન્ય એક ટ્વીટ કરીને કહ્યું કે હું એનએચએસમાં તમામ હોશિયાર સ્ટાફનો આભાર માનવા માંગુ છું જેઓ આ કપરા સમયમાં મારો અન્ય લોકોનો ખ્યાલ રાખી રહ્યા છે. તમામ સુરક્ષિત રહે અને એનએચએસ તથા જિંદગીઓ બચાવવા માટે કૃપા કરીને ઘરોમાં રહે.
બ્રિટિશ પીએમઓએ કરી હતી ટ્વીટ
રવિવારે બ્રિટિશ પીએમઓએ પણ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે તેમને એક હોસ્પિટલના ડોક્ટરોની સલાહ પર દાખલ કરાયા છે જો કે ઈમરજન્સી જેવી કોઈ સ્થિતિ નથી અને જ્હોન્સન જ સરકારના ચીફ તરીકે કામ કરતા રહેશે. પીએમઓએ તેને સુરક્ષા કારણોસર લેવાયેલું પગલું ગણાવ્યું હતું. આઈસોલેશન દરમિયાન પણ બ્રિટિશ પીએમએ પોતાનું જરૂરી કામકાજ ચાલુ રાખ્યું હતું અને અનેક વીડિયો સંદેશ બહાર પાડ્યા હતાં. શુક્રવારે જ એક વીડિયો મેસેજમાં 55 વર્ષના જ્હોન્સને જનતાને જણાવ્યું હતું કે તેઓ પહેલા કરતા સારું મહેસૂસ કરી રહ્યાં છે.
UK Prime Minister Boris Johnson, who had tested positive for #Coronavirus late last month, has been taken to intensive care: UK media (File pic) pic.twitter.com/IWJSET3SEV
— ANI (@ANI) April 6, 2020
પીએમ મોદીએ જલદી સ્વસ્થ થાય તેવી કરી કામના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોરિસ જ્હોન્સનના જલદી સ્વસ્થ થવાની કામનાને લઈને ટ્વીટ કરી છે. તેમણે લખ્યું કે નિશ્ચિત રહો પીએમ બોરિસ જ્હોન્સન. તમારા જલદી હોસ્પિટલમાંથી બહાર આવવાની અને સંપૂર્ણ રીતે સ્વસ્થ થવાની કામના કરું છું. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી સતત મિત્ર દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે સંપર્કમાં છે અને કોરોના વાયરસ સામેની લડાઈમાં સહયોગ આપી રહ્યાં છે.
જુઓ LIVE TV
જ્હોન્સનનની મંગેતરમાં પણ કોરોનાના લક્ષણો
વડાપ્રધાન જ્હોન્સનની પ્રેગનેન્ટ મંગેતર કેરી સાયમન્ડ્સ પણ સેલ્ફ આઈસોલેશનમાં છે. તેણે રવિવારે જાણકારી આપતા કહ્યું હતું કે તેમનામાં પણ કોરોનાના લક્ષણો છે. હાલ તે આરામ કરે છે અને પહેલા કરતા સારું છે. કેરીએ પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે જાણકારી પણ શેર કરી. તેણે લખ્યું કે કોવિડ-19ની સાથે પ્રેગનેન્સી ચિંતાજનક હોય છે. અન્ય પ્રેગનેન્ટ મહિલાઓ, પ્લીઝ તાજા ગાઈડલાઈન્સ વાંચો અને પાલન કરો. જે મને ખુબ યોગ્ય લાગી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે